માંડું હિસાબ જીવનમાં, હરેક કામમાં, શું પામું, શું ના પામું
દિ દુનિયાની વળગણ વળગાડી, રસ્તો જીવનનો, હું તો કાપું
અંજામના ઓટલે બેસી જગમાં, હિસાબ જીવનનો, હું તો માંડું
હેરત પામું જોઈને હિસાબ, જોઈ હિસાબ એ, હું તો કાપું
લખ્યો હિસાબ મેં તો મારો, દોષ બીજાનો હું, ક્યાંથી કાઢું
ચોપડો મારો, હિસાબ તો મારો, વચ્ચે બીજાને ક્યાંથી લાવું
અન્યનો હિસાબ નથી મારા ચોપડામાં, બીજાને ક્યાંથી એમાં હું ગોતું
જોઈ જોઈને તો ચોપડો મારે, અંતરમાં એમાં હું તો રોવું
કયા મોઢે લઈને ચોપડો મારો, પ્રભુના દરબારે તો જાઉં
હાથનાં કર્યાં હૈયે વાગે, આ વાતને તો, હું તો યાદ કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)