તરી રહી છે આ ભવસાગરમાં, નાવડી તો જુદી જુદી
છે નાવડી તો ભલે સહુની તો જુદી, નથી કિનારા તો કાંઈ જુદા
અટકી રહી છે જગમાં એ તો, ભલે એ તો જુદા જુદા વિસામે
છે વિસામા ભલે એ જુદા જુદા, નથી કિનારા તો કાંઈ જુદા
ચાલી રહી છે એ તો ભવસાગરમાં, વિચારોના વાયરાથી
રહ્યા ભલે વિચારોના વાયરા તો જુદા, નથી કિનારા તો કાંઈ જુદા
ચાલી રહી છે સહુ નાવડી તો જગમાં, કર્મોના બળતણથી
રહ્યાં ભલે કર્મોનાં બળતણો તો જુદાં, નથી કિનારા તો કાંઈ જુદા
કોઈ નાવડી છે નાની કોઈ મોટી, તરી રહી છે સહુ ભવસાગરમાં
ભલે હોય એ નાની કે મોટી, નથી કાંઈ કિનારા તો કાંઈ જુદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)