પાથર્યાં છે પાથરણાં પ્રેમનાં, પ્રભુએ તો એની ગલીઓ ને ગલીમાં
રહ્યો છે પસાર થતો માનવી એની ગલીઓમાંથી, રહ્યા તોય કંઈક પ્રેમવિહોણા
પ્રેમ તો છે અમૃત એનું, રાખ્યો ના વંચિત જગમાં, કોઈને તો એમાં
ફરી ફરી તો એ ગલીઓમાં, દોડયા માનવ તો બીજાં ફળ તોડવા
એની ગલીઓમાં જે ફર્યા ને વસ્યા, ના એ તો ત્યાંથી તો હટયા
છે પાથરણાં એનાં લાંબાં તો એટલાં, ના કોઈને બાકી એમાંથી રાખ્યા
ભલે છે પ્રભુ તો દિશા માનવની, એ દિશા તોય એ તો ભૂલ્યા
એ પાથરણાં પરથી તો જગમાં, નથી કોઈને એણે તો હડસેલ્યા
રાખી ના જગમાં જગ્યા કોઈ ખાલી, પાથર્યાં છે બધે એણે પાથરણાં
સમજ્યા ને બન્યા સ્થિર તો બન્યા જે પાથરણામાં, પામ્યા પ્રેમનાં ઝરણાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)