Hymn No. 7091 | Date: 30-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-30
1997-10-30
1997-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15080
કયા આધારે પ્રભુને હું તો ભજું, હૈયું જ્યાં શંકામાં રમી રહ્યું
કયા આધારે પ્રભુને હું તો ભજું, હૈયું જ્યાં શંકામાં રમી રહ્યું ચાલી રહ્યું છે જીવન ભાગ્યના આધારે, કે પ્રભુની કૃપાનું છે એમાં બિંદુ કપરાં ચઢાણનાં મંડાણ મંડાયાં, ચિત્ત તો એમાં ડામાડોળ હતું વિચારોનાં તોફાનો ઊઠયા મનમાં, મન જ્યાં કાબૂમાં ના હતું હતું જીવનમાં ત્યાં ને ત્યાં બધું, આંખ સામે ધુમ્મસ છવાયું હતું પકડું તો રસ્તો કયો પકડું, ધુમ્મસ પાર કાંઈ દેખાતું ના હતું નજર પાર કાંઈ દેખાતું ના હતું, અંતરમાં અંધારું છવાયેલું હતું કરું યત્નો તો કઈ દિશામાં, જ્યાં ચારેકોર તો હતું અંધારું નયનો સાથે જ્યાં હૈયું સાથ પુરાવે, દેખાય ના ત્યાં ક્યાંય અજવાળું રહ્યો છું હૈયામાં તો વેદનાઓ ભરી, હાલત મારી પ્રભુથી નથી અજાણ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kaaya aadhare prabhune hu to bhajum, haiyu jya shankamam rami rahyu
chali rahyu che jivan bhagyana adhare, ke prabhu ni kripanum che ema bindu
kaparam chadhananam mandana mandayam, chitt to ema damadola hatu
vicharonam tophano uthaya manamam, mann jya kabu maa na hatu
hatu jivanamam tya ne tya badhum, aankh same dhummasa chhavayum hatu
pakadum to rasto kayo pakadum, dhummasa paar kai dekhatu na hatu
najar paar kai dekhatu na hatum, antar maa andharum chhavayelum hatu
karu yatno to kai dishamam, jya charekora to hatu andharum
nayano saathe jya haiyu saath purave, dekhaay na tya kyaaya ajavalum
rahyo chu haiya maa to vedanao bhari, haalat maari prabhu thi nathi ajanyum
|
|