મોંઘો પડશે, મોંઘો પડશે, જીવનમાં માયાનો સંગ, તમને મોંઘો પડશે
કરી કરી જરૂરિયાતો જીવનમાં ઊભી ઝાઝી, પહોંચવા સામનો કરવો પડશે
જીવનમાં અદીઠ મન, અદીઠ ભાવોના, અદીઠ સમય સાથે મેળ નહીં સાધે
અતૃપ્ત વાસનાઓ ને અતૃપ્ત ઇચ્છાઓ પાછળનો જીવનમાં ઘસારો
કરી જીવનમાં ખોટી ચિંતાઓ ઊભી, જીવનમાં તો ચિંતાઓને સથવારો
ખોટા ખયાલો ને ખોટા વિચારોથી, જીવનમાં ઊભો થાતો એ ચૂંથારો
વાસ્તવિક જગતને ભૂલીને, કલ્પનાઓમાં તો જો તમે રાચશો
ક્રોધ ને ક્રોધમાં જીવનમાં જો તમે રાચશો, લેશો સથવારો ક્રોધનો
લોભલાલચથી જીવનમાં દૂર રહેજો, જીવનમાં એનો તો સથવારો
અસંતોષમાં જીવનને જો ડુબાડી દેશો, જીવનમાં એનો તો સથવારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)