કરી કોશિશો કરવા હરીફાઈ તો સમયની સાથ
સમય તો જીતતો રહ્યો, જીવનમાં હું તો હારતો રહ્યો
કરી કોશિશો કરવા ભેગું, રાખ્યો સમયે તો ખાલી હાથ
ઘેરી રહ્યો સમય કાયાને, જળવાઈ ના સમયની સાથ
રહ્યો જીવનમાં તો સદાયે, સમયનો તો ઉપર હાથ
લીધાં કાર્યો કરવા, રાખ્યો ના સમયનો ખ્યાલ, રહ્યો ખાલી હાથ
બની ગયો રઘવાયો જીવનમાં, ચૂકી ગયો જ્યાં સમયનો સાથ
બદલાઈ જાશે રૂપરેખા જીવનની, કરશો સમયમાં ને સમયની સાથ
પામવાનું પામતા જશો, કરશો સમયમાં, રહેશો ના ખાલી હાથ
લાભ હાનિનાં ચિત્રો ચીતર્યાં જીવનમાં, લઈ નકારી સમયના સાથ
મસ્તીમાં રહ્યો મસ્ત જીવનમાં, ભૂલજો ના કદી સમયના સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)