હું તો મારો ને મારો મોટામાં મોટો દુશ્મન બન્યો જીવનમાં
અહંને રહ્યો પોષતો, છોડી ના શક્યો જ્યાં એને જીવનમાં
મને મારા અહમે, રોક્યો બીજા સાથે ભળતો મને જીવનમાં
અહંના પ્રવાહને ન નાથી શક્યો, દુઃખદર્દનો કર્યો પ્રવાહ ઊભો જીવનમાં
મારા વહેતા સરળ જીવનનો, અટવાઈ ગયો હું તો એમાં જીવનમાં
અહં ને અહંમાં જીવનમાં જ્યાં ડૂબ્યો, ખોઈ બેઠો શાંતિ હું તો જીવનમાં
છૂટું એક મુશ્કેલીમાંથી અહંમાં, ઘેરે બીજો અહં તો મને જીવનમાં
આંખ સામે દેખાતી પ્રગતિને જોઈ ના શક્યો એમાં હું તો જીવનમાં
રસ્તે રસ્તે રહ્યો મૂંઝાતો, એમાં કાઢી ના શક્યો મારગ એમાં જીવનમાં
અક્કડ બન્યો જ્યાં એમાં, તોફાનોમાં તૂટી ગયો હું એમાં જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)