મને મારી ફિકર તો જેટલી હતી, મારી માડીને મારી ફિકર તો ઝાઝી હતી
કરું રાતદિવસ યાદ હું તો કામને, માડી તો મને હરદમ યાદ કરતી હતી
તૂટું જીવનમાં તો જ્યાં હું, અદીઠ અચૂક મારી સાથે ઊભી તો એ રહેતી હતી
દર્દમાં દીવાનો જ્યાં બનું જીવનમાં, મારા દર્દમાં મારો સહારો બની ઊભી રહેતી હતી
જ્યાં હૈયું જીવનની આગમાં જલતું હતું, માડીએ શીતળ છાંયડો તો એમાં હતી
સુખને સાધવા ને સુખને પચાવવા, જીવનમાં તો મારી તો એ દવા હતી
મારા દિલની દુનિયાને લીલી રાખવા, જીવનમાં એની યાદની તો જરૂર હતી
જગમાં જીવનનાં તોફાનોને પાર કરવા, માડી જીવનમાં તો મારો આશરો હતી
જગમાં જીવનને જીવનની તો પ્યાસ હતી, માડી જીવનમાં તો એની પરબ હતી
ફિકર વિનાની પળ માડી આપતી હતી, માડી પાસે ફિકર વિનાની પળ ના હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)