અણધાર્યું ને અણધાર્યું, રહે જીવનમાં તો બનતું ને બનતું
બનવાનું રહે બનતું જીવનમાં જ્યાં, અચરજ લાગે ના ત્યાં એનું
શ્વાસે શ્વાસે રહે હૈયું ધડકતું, સ્વરૂપ દીધું એને તો સાહજિકતાનું
ધાર્યું ને ધાર્યું રહે જો બનતું જીવનમાં, નવાઈ નથી એ આપવાનું
અણધાર્યું ને અણધાર્યું બને તો જ્યાં, સામનાની શક્તિ એ વધારવાનું
અણધાર્યું તો કરાવે તૈયારી જીવનમાં, ધાર્યું શિથિલતા લાવવાનું
ધાર્યા ને અણધાર્યા કિનારા વચ્ચે તો, જીવન તો પસાર થાવાનું
અણધાર્યું આપી જાય કદી આંચકો, બને મુશ્કેલ એને જીરવવાનું
અણધાર્યું આપે કદી સુખદ કે દુઃખદ પરિણામ, તૈયાર પડે રહેવાનું
લાગે કદી અણધાર્યું પણ ધાર્યું, મૂંઝવણમાં ત્યારે એ નાખી જવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)