મર્કટને જ્યાં મદિરા પાઈ, રાહ જોવી પડે ના ત્યાં તમાશાની
બુઝાયો જ્યાં દીપક તો ત્યાં, રાહ જોવી ના પડે ત્યાં અંધારાની
આવે પ્રકાશમાં જ્યાં પાપો, રાહ જોવી પડે ના તો ત્યાં બરબાદીની
પ્રગટે રોમેરોમમાં જ્યાં ભક્તિ, રાહ જોવી ના પડે તો પ્રભુના પ્રકાશની
ઝબકે વીજળી જ્યાં આકાશે, રાહ જોવી પડે ના ત્યાં તો પ્રકાશને
મન, બુદ્ધિ વિચારથી અહંકાર જે ત્યજે, રાહ જોવી પડે ના ત્યાં સરળતાની
થઈ જાય હૈયું ભાવોથી જ્યાં દ્રવિત, રાહ જોવી ના પડે ત્યાં આંસુની
પુણ્યનો થઈ જાય ઉદય જ્યાં જીવનમાં, રાહ જોવી ના પડે ત્યાં તકદીરની
સત્ય પ્રગટે તો જ્યાં હૈયામાં, રાહ જોવી ના પડે ત્યાં તો સરળતાની
શક્તિ ને ભક્તિ હશે ભરી જો, હૈયામાં રાહ ના જોવી પડે ત્યાં મંઝિલની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)