ના દિવસને કાંઈ રાત કહો, જરા સમજીને વાત કરો, જરા વિચારીને વાત કરો
હરેક વાતનાં તો મૂળ છે જુદાં જુદાં, મૂળ સુધી પહોંચવાની તો વાત કરો
હરેક વાતનું તો છે મહત્ત્વ જુદું, હરેક વાતનું મહત્ત્વ તો સમજો
જુદી જુદી વાતોને જુદી જુદી રાખો, જીવનમાં ના એને ખોટી રીતે જોડો
જોડી ખોટી રીતે વાતોને જીવનમાં, દુઃખ ખોટું જીવનમાં ના ઊભું કરો
આંખ સામે ને અંદર તો છે પ્રભુ, વસાવવા હૈયામાં એને તો યત્ન કરો
વહે છે જીવનનું જામ, સુખદુઃખની આપી પરખ, ના જીવનમાં આ તો ભૂલો
હર અંદાજમાં છે અંદાજ પ્રભુના જગમાં, હર અંદાજને એના જગમાં તો સમજો
હરેક વાતને હોય છે પાંખ એની, ફેલાશે એ જગમાં, જીવનમાં એ તો સમજો
હરેક વાતને છે સ્થાન એનું, છે એના વિચારોથી સંકળાયેલું, જીવનમાં એ તો સમજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)