ઉમંગભર્યાં હૈયે, સંધ્યાના રંગિત રંગે, આવો તમે યમુનાને ઘાટ
કાનાની મીઠી બંસરીના નાદે, દેશે ભુલાવી એ તો જીવનના વિષાદ
રૂમઝૂમતી ઝાંઝરીના તાલે, ઉમંગથી રમજો તમે તો આજ રાસ
મોર મુગટ બંસરી ધારી, કાનુડાની સંગે, ઉમંગથી રમજો તમે રાસ
પવનની આનંદભરી લહેરોની સાથે, ઊઠશે ખીલી તો આજનો રાસ
કાનુડાની સંગે એની હાજરીની ઉષ્માએ, ઊઠશે ખીલી તો આજનો રાસ
નયનોની સામે, કાનુડાની સંગે, રમજો ઉમંગથી તો આજે તમે રાસ
રાધા વિના હશે રાસ તો સુનો, વીનવજો તમે, રાધાને તો ખાસ
જામતો ને જામતો જાશે રાસ, કરવા પડશે ના એમાં તો પ્રયાસ
રાખજો હૈયામાં, રાધા સંગ કાનાને, નિત્ય રમજો ત્યાં તમે રાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)