મંગળ મૂર્તિ તો `મા' ની, ગઈ છે હૈયામાં, એવી તો વસી
હૈયામાં તો એમ થાય કે બસ એને નીરખ્યા કરું, એને નીરખ્યા કરું
એનું મલકતું મુખડું, વેરે હાસ્ય એવું એ તો મીઠું
હૈયામાં એમ થાય કે બસ એને ઝીલ્યા કરું, બસ એને ઝીલ્યા કરું
એનાં અનોખાં નયનોમાંથી, ફૂટે અલૌકિક તેજની ધાર
હૈયામાં તો એમ થાય કે બસ એને ઝીલ્યા કરું, એને ઝીલ્યા કરું
એના હૈયામાંથી વહે, અનોખો પ્રેમનો તો પ્રવાહ
હૈયામાં તો એમ થાય કે બસ એને પીધા કરું, એને પીધા કરું
એના મુખમાંથી નીકળે અનોખી વાણીનો પ્રવાહ
હૈયામાં તો એમ થાય કે બસ એને સાંભળ્યા કરું, એને સાંભળ્યા કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)