અરે ઓ ગુણનિધિ ગુણોના ભંડાર, કરો અમને સદ્ગુણોનું દાન
પચાવીએ અને અપનાવીએ જીવનમાં અમે એને, કરીને એનું સન્માન
જાણીએ છીએ સમજીએ છીએ, છો તમે ગુણસાગર ને ગુણોના કદરદાન
પ્રેમ તો છે હૈયું તમારું, છો તમે તો પ્રેમના સાગર તો મહાન
પ્રેમ તો છે દર્પણ તમારું, કરાવો છો જગને એમાં તો નિત્ય સ્નાન
વિસ્તર્યા છો તમે જગના અણુએ અણુમાં, જગ તો છે તમારી જાન
જીવવું છે જીવન, સદ્ગુણો તો ભરીને, રાખીને સદ્ગુણોની તો શાન
રહીએ અમે હોશમાં કે ખોઈએ ભાન, ખોઈએ ના સદ્ગુણોનું ભાન
હર હાલતથી તો છો વાકેફ તમે, અમારી નથી એનાથી તમે કાંઈ અજ્ઞાન
હસતા મુખે જીવીએ જીવન અમારું, રહીએ વધારતા ગુણોની તો શાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)