કોણ જાણે છે (2) મારશે કિસ્મત જીવનમાં માર કોને ને કેવા
હસાવશે કિસ્મત તો આજ, રડાવશે જગમાં એ કોને ને ક્યારે
સુખદુઃખનાં ત્રાજવાં નમાવશે, કોનાં ને કઈ તરફ એ તો ક્યારે
લપેટશે કિસ્મતના તાંતણા જીવનમાં તો કોને ને કેમ ને ક્યારે
મળશે સફળતાના, નિષ્ફળતાના પીવાને પ્યાલા કેમ ને ક્યારે
ઊગશે સોનાનો સૂરજ કે ઉગશે કાજળઘેરી અંધારીં રાત, કેમ ને ક્યારે
રૂઠશે કે રીઝશે કિસ્મત જીવનમાં તો કયા કાળમાં, એ તો કોણ જાણે
ચાલવું પડશે જીવનમાં પૂર્ણ પ્રકાશમાં, કે અંધારામાં, એ કેમ ને ક્યારે
ફરશું જીવનમાં પ્રેમની ગલીઓમાં કે વેરની ગલીઓમાં, એ તો કોણ જાણે
સફળતાનાં મળશે ફળ, કે નિષ્ફળતાની જીવનમાં તો વાત, એ તો કોણ જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)