તન નજદીકને શું કરવું, મનમાં તો જ્યાં અંતર પડયું
દુનિયા દિલની તો ના ખીલી, હૈયાનું તો જ્યાં અંતર વધ્યું
પ્રેમનાં પુષ્પો ના ખીલ્યાં, પ્રેમના ઝરણાએ જ્યાં વહેણ બદલ્યું
તન નજદીકને તો શું કરવું, મનડું જ્યાં ફરતું ને ફરતું રહ્યું
પ્રેમ ના પામ્યું તો નજદીકતા, પુષ્પ પ્રેમનું એમાં તો કરમાયું
પ્રેમ ને પ્રેમના વિચારોમાં મનડું ખોવાયું, નજદીકતા ત્યાં ભૂલી ગયું
અલગતા ને અલગતામાં જ્યાં ડૂબ્યું, નજદીકતા તો એ ઝંખી રહ્યું
મન જ્યાં કોઈ કારણમાં ઘવાયું, નજદીકતા પણ એ ભૂલી ગયું
મન મનનાં પ્રતિબિંબો ના વાંચી શક્યું, અંતર ના એ ઘટાડી શક્યું
મન જ્યાં પ્રેમમાં ઓતપ્રોત બન્યું, અંતર ત્યાં તો અંતર ના રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)