જેના ભાગ્યમાં તો જે નથી, એની પાસે નથી એ તો કાંઈ રહેવાનું
મેળવી દેશો જીવનમાં એને, એ તો એની પાસેથી તો લૂંટાઈ જવાનું
કરી મહેનતો ઘણી મેળવ્યું એને, કોઈ ને કોઈ બહાને એ ચાલી જવાનું
ક્ષણ બે ક્ષણનો સંતોષ માની, અસંતોષમાં તો પાછું એ ડૂબી જવાનું
હશે તો જે ભાગ્યમાં તો જીવનમાં નથી, એને તો કોઈ લૂંટી શકવાનું
બદલાશે ભાગ્ય કોનું કેમ અને ક્યારે, નથી કાંઈ એ તો કોઈ કહી શકવાનું
ભાગ્ય નથી કાંઈ એકસરખું તો રહેવાનું, ચડતીપડતી એ તો લાવવાનું
કર્યું જે, ના કર્યું એ જીવનમાં, નથી કાંઈ કોઈ તો એ કરી શકવાનું
પડશે ચાલવું તો મંઝિલે પહોંચવા, હાથપગ જોડી નથી કાંઈ બેસી રહેવાનું
મળતું ને થાતું રહેશે, એ તો થવાનું, નથી કાંઈ એમાં તો કોઈનું ચાલવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)