જાવું છે મળવા, કાનુડાને તો આજ, યમુનાની પેલે પાર
દેવા છે પધરાવી, યમુનાના જળમાં, હૈયાના બધા તો ભાર
ઝંખે છે દિલ તો કાનુડાને મળવા, સહી ના શકે એ વાર
આવો કદંબની વૃક્ષ નીચે રમવા રાસે, આવો યમુનાને પાર
ભરી દિલમાં, યમુનાનાં જળ ભક્તિનાં, આવ તું પેલે પાર
બંસરી નાદનો બજવૈયો, વગાડે બંસરી, જાય વીંધી હૈયાને આરપાર
ના રહેવાય હવે, ના જીરવાય હવે, થાય એમાં તો જો વાર
ગોપગોપીઓની સંગ રમે ગાયોના ગોવાળ, એ યમુનાની પાર
હૈયું ઝંખે, નયનો તલસે, કાનુડા સંગ રમવા રાસ, યમુનાને પાર
એક તીરે છે કાનુડો, બીજે તીરે ઝંખતું દિલ, કરાવે સંગમ યમુનાનાં નીર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)