રાહ જોવરાવી જોવરાવી આપ્યો જીવનમાં તો તેં કોળિયો
હાથમાં આપેલો કોળિયો પ્રભુ, જીવનમાં કેમ તેં ઝૂંટવી લીધો
ગણ્યો ના હતો શું મને, એને માટે પાત્ર એનો તો તારો
કયા કારણસર, કઈ ભૂલથી ઝૂંટવી લીધો તેં એ કોળિયો
ઝૂંટવી લઈ એને, હૈયાને આંચકો આવો શાને તો તેં આપ્યો
માર્યા ના ઘા કિસ્મતે કાંઈ ઓછા, વધારો એમાં શાને કર્યો
રડું દુઃખ જીવનમાં હું તો તારી પાસે, કાઢું ક્યાં દિલનો ઊભરો
છું જીવ હું તો માયાનો, દિલમાં નથી મારા કોઈ ત્યાગ ભર્યો
જગાવ્યા વિના ત્યાગ હૈયામાં, કોળિયો શાને ઝૂંટવી લીધો
પ્રેમનું તો છું પંખી, પ્રેમમાં શાને મને ના વિહરવા દીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)