મારા મનડાને રે માડી (2) રાખવું છે ગીરવી તે તારાં ચરણોમાં
જોઈએ છે જે મને, નથી મારી પાસે તો જે, હૈયાની શાંતિ તે બદલામાં - રે માડી
જીવનભર નાચ્યું નચાવ્યું તો મને, મનડાએ મને તો ખૂબ જીવનમાં - રે
શાંતિનું ધામ તું, શક્તિનું ધામ તું, પામવા રાખવુ છે એને તારાં ચરણોમાં - રે
કદી તાણે ભાવો એને, કદી તાણે વિચારો એને કરવા સ્થિર જીવનમાં - રે
લાખ જતન કરી સાચવ્યું તો એને, નાખ્યું મને એણે તોય ઉપાધિઓમાં - રે
વિતાવવું છે જીવન હસતા હસતા, નથી ડુબાડવું એને આંસુઓના સાગરમાં - રે
રહ્યું છે મશગૂલ ને મશગૂલ જીવનમાં, એ તો ફરવામાં ને ફરવામાં - રે
મળી નથી સફળતા તો જીવનમાં, એને તો જીવનમાં સ્થિર કરવામાં - રે
રાખજો એવા મારા મનડાને રે માડી તારાં ચરણોમાં, દેજો શાંતિ તો બદલવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)