ના કોઈ જીવનમાં તો જે જોશે, પ્રભુથી ના કાંઈ એ છૂપું રહેશે
રાત ના જુએ, ના જુએ એ દિવસ, સાંભળી સાદ, પ્રભુ તો દોડશે
તારા અંતરના પ્રેમના તો તાર, અંતર પ્રભુનું તો એ ખેંચશે
સમજશે ના જે દિલ તો તારું, વાત એ દિલ પ્રભુનું સમજી જાશે
હર ઘડી દિલ તારું લોભાતું જાશે, તારું દિલ ત્યાં ના દિલ પ્રભુનું બનશે
છે દિલ પ્રભુનું તો એવું, લૂંટશો એને ના ઓછું એમાં એ થાશે
વિચારવાનું છે ઘણું ઘણું પ્રભુએ, તોય વિચાર તારા તો એ કરશે
ના છે કોઈ એનાથી અજાણ્યું, ના કોઈ તો એનાથી અજાણ્યું તો રહેશે
નથી કાંઈ એ તો જગથી અજાણ્યા, તોય એને શોધવા મુશ્કેલ બનશે
રમી રહ્યો છે સંતાકૂકડીના દાવ જગ સાથે, જુએ છે રાહ એ કોણ એને પકડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)