જીવન તો છે વણઉકેલ્યું એવું તો એક ઉખાણું
છે પ્રશ્નોની પરંપરા એમાં, છે એનું એમાં તો એ નજરાણું
જીવ્યા જગમાં કેવું, છે આરસી એની લેશે ના એ ઉપરાણું
હસાવે રડાવે જીવન જગમાં સહુને, છે અનોખું એનું એ પારણું
જીવવું જીવન ઉકેલી ઉખાણું, ખોલી દે મુક્તિનું એ બારણું
ઊઠયા તણખા જીવનમાં, જીવન ખોટી મહેનતમાં તો ટકરાણું
જીવવું જીવન જગમાં એવું, કર્મોએ પાથર્યું જેવું પાથરણું
મળ્યું છે જીવન જગમાં, છે જગમાં કરવાનું સોનેરી ટાણું
વર્ત્યા ખોટા જ્યાં જગમાં, લાવ્યા મુસીબતનું એ ટાણું
ઉકેલતા જાય જીવનનું ઉખાણું, મળી આવે નવું ઉખાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)