કદી મીઠી વાતો પર, કદી મીઠી ભૂલો પર, મનમાં ને મનમાં હસું છું
વર્તમાનમાં વસું છું, ના ભૂતકાળને ભુલૂં છું, ભવિષ્યની ચિંતા કરું છું
જીવું જીવન જગમાં તો એવું, નિત્ય ચિંતનનાં દ્વાર એમાં ખુલ્લાં કરું છું
પળો રહી છે જીવનને તો મળતી, ઇંતેજારી પળોની તોય કરું છું
ભૂલો ને ભૂલોના સમુદ્રમાં તરું છું, ભૂલો ને ભૂલોમાં તો જીવું છું
સવાર ઊગે ને સાંજ પડે, રોજ ખૂટતી કડી દિલની, એમાં તો ગોતું છું
જીવનમાં જ્યાં અહંમાં ડૂબું છું, સ્વાદ પરાજયનો તો એમાં ચાખું છું
સાથીની શોધમાં રહું છું, જીવનમાં તો તોય સાથ વિનાનો તો રહ્યો છું
ગામો ને ગામોમાં તો જીવું છું, ના ભાર વધુ સહન એના તો કરી શકું છું
ભૂલો ને ભૂલોમાં ના અટકું છું, જીવનમાં તોય મનમાં ને મનમાં તો હસું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)