જમાનો તો છે જાલિમ, ના આગળ કે પાછળ એ તો જુએ છે
ના પક્ષપાતી એ તો રહે છે, સહુને એ તો તાણતો તો રહે છે
રહે છે એ તો વધતો ને વધતો આગળ, જુએ ના કોણ પાછળ રહે છે
ગમે કે ના ગમે કોઈને કાર્ય એનું, એ તો કરતો ને કરતો રહે છે
રહ્યા એની સાથે તો જે એ તો સાથે ને સાથે તો આગળ વધે છે
ભૂલી ભૂલી જગમાં તો બધું, જગમાં એ તો આગળ ને આગળ વધે છે
ના કાંઈ એ તો સાથે રાખે છે, યાદો તો એની એ પાછળ છોડે છે
એની ધૂનમાં એ તો રહે છે, કોઈને એ તો સદે, કોઈને એ તો નડે છે
જોઈ કંઈકની ચડતી ને પડતી, ના ચાલ એની એમાં એ તો બદલે છે
જોઈ મહોબત, જોયાં એણે વેર, ના એમાં એની એ જાતને રોકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)