દરકાર એની ના કરી, દરકાર એની જ્યાં ના કરી
આપ્યા કંઈક ચેતવણીના શૂરો કુદરતે
કરી ના જ્યાં દરકાર એની, તકલીફોની વણઝાર કરી એમાં ઊભી
વાત વાતમાં ઊઠયા કંઈક ચેતવણીના સૂરો
દરકાર જ્યાં એની ના કરી, વાત તો એ ત્યાં તૂટી ગઈ
ભારના બોજા તળે, દબાઈ ગઈ જ્યાં ભાવના
દરકાર જ્યાં એની ના કરી, જિંદગી ચિત્કાર પાડી ઊઠી
ગજા બહારની દોડધામ કરી, દરકાર થાકની ના કરી
કરી ના જ્યાં દરકાર એમાં તનની, માંદગીને જીવનમાં નોતરી
સંસારમાં સગાંવ્હાલાંઓએ, વરસાવી ભાવની હેલી
દરકાર એની જ્યાં ના કરી, એકલતા જીવનમાં ત્યાં મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)