કરી ના ભલામણ જીવનમાં તેં કોઈની, કરશે કોણ ભલામણ તારી
જગમાં જીવનભર તો નથી એકસરખી, કોઈની ગાડી તો ચાલી
પડી છે જરૂર જગમાં તો સહુને, ક્યારે ને ક્યારે તો કોઈની
પુરાયો છે સ્વાર્થના પીંજરામાં તો, કરે છે શાને અવગણના સહુની
રાખજે દિલમાં એક વાત સંઘરી, પડે છે જરૂર જગમાં સહુને તો સહુની
ચલાવે છે જગ તો, જ્યાં તો પ્રભુ, કરી નથી અવગણના એને કોઈની
કર્મમય આ જગમાં તો, ચાલશે ભલામણ તો, સહુનાં કર્મોની
છે જરૂરત તો જગમાં તો સહુને, સાચી રીતે તો સહુને સમજવાની
સંઘરી સંઘરી રાખશો જીવનમાં, તો હૈયામાં તો કેટકેટલું સંઘરી
પડશે જરૂર તો જગમાં, જીવનમાં સહુને, ક્યારે ને ક્યારે તો કોઈની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)