નજરને નજરો તો ઘણી મળી, જે નજરની તો પ્યાસ હતી, એ નજર ના મળી
પ્યારની આશ હતી, પ્યારભર્યાં દિલની તલાશ હતી, થઈ ના એ તો પૂરી
વિચારોનાં તો વમળો હતાં, તાંતણાઓ તો છૂટા હતા, જોડતી કડી એની ના મળી
ભાવથી ધબકતાં તો હૈયાં હતાં, ભાવથી ધબકતાં હતાં, મળ્યો ના ભાવ જેની જરૂર હતી
હતી દૃષ્ટિ તો ફરતી, રહી દૃશ્યો બદલતી, જે દૃશ્યની જરૂર હતી, એ દૃશ્ય નજરે ના પડી
શબ્દો રહ્યા પડતા કાન પર, હતા જેના શબ્દો સાંભળવા, એ મુખની તો જરૂર હતી
આશિષો તો ઘણી મળી, જરૂર હતી તો જે આશિષની, એ આશિષ ના મળી
ઇચ્છાઓ અનેક હતી, એમાં કંઈક તો ફળી, જોઈ રાહ જે ઇચ્છાની, એ ઇચ્છા ના ફળી
આવી સ્વપ્નોની લંગાર લાંબી, જે સ્વપ્નની જરૂર હતી, એ સ્વપ્નાની આશ ના ફળી
મુલાકાતો તો જીવનમાં ઘણી થઈ, પ્રભુની મુલાકાતની આશ તો ના ફળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)