Hymn No. 7460 | Date: 10-Jul-1998
|
|
Text Size |
 |
 |
1998-07-10
1998-07-10
1998-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15449
આવશે સહુ તારી સંપત્તિ લૂંટવા, ના ચિંતા તારી કોઈ દૂર કરશે
આવશે સહુ તારી સંપત્તિ લૂંટવા, ના ચિંતા તારી કોઈ દૂર કરશે તારા રચ્યા વિના જીવનમાં તારા, તારું સ્વર્ગ તને ક્યાંથી મળશે કરીશ અશાંત મનથી જીવનમાં, જપ તારા અશાંતિ એ વધારશે સુખસંપત્તિ મેળવવામાં જોજે દિલની સંપત્તિ, ના લૂંટાઈ જાયે પ્રેમ વિનાનું ના જીવન જીવજે, જીવન એવું તો સૂકું લાગશે દુઃખદર્દના ના તમાશા કરજે, જીવનની તો એ વાસ્તવિકતા હશે જીવનમાં રટણ પ્રભુના ઓછા હશે, રટણ સ્વાર્થના ઝાઝા હશે મુલાકાત ને મુલાકાતો થાતી રહેશે, અપેક્ષાઓ એમાં જાગતી રહેશે દુનિયામાં તો દવા ઘણી મળશે, દિલની દવા તો કોઈક જ કરશે રાતદિવસ દિલમાં કોઈ ચિંતા રહેશે, પ્રભુ વિના ના દૂર કોઈ એને કરશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavashe sahu taari sampatti luntava, na chinta taari koi dur karshe
taara rachya veena jivanamam tara, taaru svarga taane kyaa thi malashe
karish ashanta manathi jivanamam, jaap taara ashanti e vadharashe
sukhasampatti melavavamam joje dilani sampatti, na luntai jaaye
prem vinanum na jivan jivaje, jivan evu to sukum lagashe
duhkhadardana na tamasha karaje, jivanani to e vastavikata hashe
jivanamam ratan prabhu na ochha hashe, ratan swarth na jaja hashe
mulakata ne mulakato thati raheshe, apekshao ema jagati raheshe
duniya maa to dava ghani malashe, dilani dava to koika j karshe
raat divas dil maa koi chinta raheshe, prabhu veena na dur koi ene karshe
|
|