ઘસાઈ ઘસાઈ કંઈક તો નાશ પામે, કંઈક તો ચમકી જાય છે
કંઈક તો ઘાસાઈ કરે ઘર્ષણ ઊભા એવા, આગ ઊભી એ કરી જાય છે
જીવનમાં કંઈક ઘર્ષણ જાગે એવા, રાહ નવી ઊભી એ કરી જાય છે
ઘસાઈ ઘસાઈ ચંદન તો એવું, એની સુગંધ એ ફેલાવતું જાય છે
ઘસાતી જાય છે જિંદગી, સદા અનુભવ એ તો દેતી જાય છે
જીવનમાં જ્યાં પૈસો ઘસાઈ જાય, સંબંધ ત્યાં તો ઘસાઈ જાય છે
પ્રેમની ધારા જ્યાં ઘસાઈ જીવનમાં, ઘર્ષણ ઊભા થાતા જાય છે
ઘસાતાં ઘસાતાં કંઈક તો તીક્ષ્ણ બને, કંઈક બુઠ્ઠા થાતા જાય છે
શ્વાસની ધારા ઘસાઈ ગઈ જીવનમાં, મરણ એ તો ગણાય છે
સમય ઘસાતો જાય જ્યાં જીવનમાં, મરણ નજદીક આવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)