જેવી છે ભાઈ એવી છે, સહુને પોતપોતાની દુનિયા વહાલી છે
છોડીને જગમાં દુનિયા પોતાની, બહાર આવવા ના કોઈની તૈયારી છે
સાચી છે કે ખોટી છે, સહુને તો પોતપોતાની તો સારી લાગી છે
અજ્ઞાનમાં અંધારા સતાવે તો સહુને, ના છોડવાની કોઈની તૈયારી છે
જાય સમજાય જગમાં તો ઘણું, નીકળવાની બહાર એમાંથી, હિંમત ઓછી છે
રહે સુખદુઃખ સંઘરી હૈયે તો ફરે, જાણે રક્ત વિનાની તો લાલી છે
રચે છે દુનિયા તો સહુ પોતાની, ના નીકળવાની એમાંથી જલદી તૈયારી છે
દેખાય ખાલી, જ્યાં દૃષ્ટિના અજવાળા, કલ્પના બીજે તો અંધારાની છે
પોતાની દુનિયાને, ગણે કે કહે ખોટી, ના જીરવવાની કોઈની એ તો તૈયારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)