બન્યા જ્યાં લોભ-લાલચમાં જ્યાં દીવાના, શાણપણ ત્યાં ટકશે નહિ
ના કરવાના કરમો કરશે જીવનમાં, કરતા એ તો ખચકાશે નહિ
હશે ના કોઈ એને મિત્ર કે શત્રુ, લાભ મેળવવા, શત્રુ કે મિત્ર બનાવતા ખચકાયે નહિ
રહે વહેણ બદલાતાં એનાં જુદા ને જુદા, વહેણ એનાં તો પરખાશે નહિ
ખેલાયા યુદ્ધો એમાં રે ઘણાં, સાચા ને ખોટા, રહેસાયા વિના એમાં રહેશે નહિ
હશે માગ ઊભી એની તો ઘણી, અંત એના જલદી આવશે નહિ
કોઈના કે પોતાના અંતરના અવાજ, ત્યાં તો કાંઈ અથડાશે નહિ
કોણ મિત્ર કે કોણ સગાં કે વહાલાં, એમાં તોલાયા વિના રહેશે નહિ
રહે જગનો છેડો એના અહંમાં ડૂબી, જલદી એને એ તો જડશે નહિ
આગળ પાછળ, બીજા વિચારો જવાશે ભૂલી, એના વિના બીજા આવશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)