કરીએ જીવનમાં બધું અમે રે પ્રભુ, આખર જીત તમારી છે, હાર અમારી છે
મળ્યું કે મેળવીએ જીવનમાં રે પ્રભુ, આખર અમારી એ તો ઉધારી છે
પડશે ચૂકવવી એક દિન તો જીવનમાં, લીલા એવી, એ તો તમારી છે
મળ્યું ને મળે સુખદુઃખ તો જીવનમાં, અમને લહાણી, એ તો તમારી છે
મળ્યું તનડું, મન, બુદ્ધિ ભર્યું, તમારી કૃપાની એ તો નિશાની છે
સંજોગો-સંજોગો રહે ચકાસતા અમને, કસોટીની એવી, રીત એ તો તમારી છે
સુખદુઃખના વહેણ જાગે હૈયે તો અમારા, હૈયાની સ્થિતી, એથી તો અમારી છે
દંભ ભર્યા છે જીવન તો અમારા, તોય આવકારતા, હાથ ખુલ્લા તો તમારા છે
દોષ ભર્યા છે જીવન તો અમારા, તોય કૃપાની દૃષ્ટિ તો તમારી છે
દીધું છે જીવન ભલે, જીવીએ અમે, ભાર વહન કરવાની તૈયારી તમારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)