એને એનું કાર્ય કરવા દે, એને એના સ્થાને રહેવા દે
કરી આદલાબદલી એમાં, જીવનમાં ગોટાળો ઊભો શાને કરે
સમજવાનું છે જે બુદ્ધિથી, એને બુદ્ધિથી જીવનમાં તું સમજી લે
જાવું છે પ્રભુ પાસે તો ભાવથી, બુદ્ધિને દૂર ત્યાં તો રહેવા દે
કરવી છે સેવા જ્યાં બુદ્ધિ ને ભાવથી, સાથે ત્યાં એને રહેવા દે
જરૂર છે જ્યાં બંનેની, સહયોગ ત્યાં એનો તો થાવા દે
અટપટા વ્યવહાર જીવનમાં, બુદ્ધિને એને તારવવા દે
ટકશે ને બંધાશે સંબંધ ભાવથી, ભાવને એ તો કરવા દે
સાથ લઈ બંનેનો જીવનમાં, ના જીવનમાં એને ટકરાવા દે
છે જરૂર જીવનમાં બંનેની, જીવનમાં બરાબર આ તું સમજી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)