Hymn No. 3599 | Date: 26-Dec-1991
|
|
Text Size |
 |
 |
તને જોઈએ છે આ, તને જોઈએ છે તે, પ્રભુ પાસે છે તારી આ એકની એક વાત તને મળ્યું છે શું, કર્યું જીવનમાં એનું તે શું, કરી ના કદી પ્રભુને તેં આ તો વાત તારે કરવાનું છે શું, તારે જીવનમાં જીવવું તો કેમ, જાણી લેજે તું આ તો વાત તું ઊભો છે ક્યાં, તારે જાવું છે ક્યાં, નજરમાં સદા રાખજે આ તો તું વાત તને જોઈએ છે શું, દઈ શકીશ કિંમત એની તો તું, રાખજે ગણતરીમાં તું આ વાત જો કહીશ ના તું, જાણશે ક્યાંથી, કોઈ બીજું રહી જાશે મનની, મનમાં તો વાત જાણી શકીશ ક્યાંથી તો તું, બની શક્યો નથી પ્રભુ તું, કોઈના મનની તો વાત રાખીશ અંતર જ્યાં તું, બની શકીશ ક્યાંથી એને તો તું, કહી શકીશ ક્યાંથી હૈયાની વાત છે પ્રભુ પાસે બધું, દેવા જેવું એણે તને તો દીધું, છોડ બીજી નકામી હવે તો વાત થાક્યા નથી પ્રભુ, કદાચિત થાકીશ ના તું, કહેતા કે સાંભળતા એકની એક વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|