સંભાળી લેજે રે પ્રભુ, જીવનમાં અમારી બધી જવાબદારી
ક્ષણે-ક્ષણે ને પળે-પળે કરીએ યાદ તને, અમે રે પ્રભુ
રહ્યા છીએ મૂંઝાતા ને મૂંઝાતા તો જીવનમાં, દેજે પ્રશ્નો અમારા ઉકેલી
રહી જગમાં સદા અટવાતા, રહીએ કદી હરતાં, કદી એમાં રડતાં
છે રચના જીવનની તારી અટપટી, જઈએ અમે એમાં તો તણાઈ
કરવાં જેવું ના કરીએ, ના કરવા જેવું કરીએ, આવે પસ્તાવાની પાળી
ડૂબ્યા છીએ માયામાં તો ઊંડા, ના નીકળી શકીયે, દેજે બહાર એમાંથી કાઢી
શું કરીએ, શું ના કરીએ જીવનમાં, રહ્યા છીએ ભાન અમારું ભૂલી
નથી કોઈ તાકાત અમારી, કરીએ જે, ભરી છે સદા એમાં શક્તિ તારી
ચૂકીએ કે ભૂલીએ છીએ જીવનમાં અમે રે પ્રભુ, જગમાં સાચી સમજદારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)