છે પ્રભુ પ્રેમના રે પ્યાલા, છે એ તો જીવનમાં તારા, સુખદુઃખના તો સથવારા
રહીએ ભલે અમે એને પીતા ને પીતા જીવનમાં, આવે ના પીતા એને તો કંટાળા
તારા ને તારા કર્મો તો છે એ તો જગમાં, તારા રહેવાના ને જવાના પરવાના
મોહ માયાના તો છે જગમાં, તને, પ્રભુ પાસે ના પહોંચવા દેવાના તો ઇરાદા
કરે કંઈક તો જગમાં, જગને સમજવાના તો દાવા, સમજ્યા કેટલા, મળે ના એના અણસાર
રહ્યા છે કરતા ભેગા જગમાં ખોટા તો ભારા, સહુએ ઉપાડવાના આવે તો વારા
સુખ ચેનથી રહેવું હશે જો જગમાં, પડશે રહેવું જાણીને, જીવનમાં કુદરતના કાયદા
કરતા રહ્યાં ભેગું ઘણું રે જીવનમાં, લેજે વિચારી, મળ્યા જીવનમાં એના શું ફાયદા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)