રહ્યો છે જોતો ને જોતો, નજરથી જગત તો તું બહારનું
એકવાર ઊતરીને ઊંડે, કર કોશિશ તો જોવા, જગત અંદરનું
ઊતરીશ જ્યાં તું અંદર ને અંદર, મળશે જોવા તો, ઘણું ને ઘણું
મળે જોવા જે બહાર તને, મળશે જોવા તને, તારી અંદર પડ્યું
જઈશ જ્યાં બંધાઈ તું એમાં, પડશે સુખદુઃખ એનું અનુભવવું
તેજ અંધારા મળશે જોવા, કર વિચાર એ તો ક્યાંથી આવ્યું
છે તારા સર્જનની સૃષ્ટિ, એક અનોખું જગત તો તેં રચ્યું
પડી ના જરૂર ત્યાં તને કોઈની, તેં ને તેં એને તો સર્જ્ય઼ું
હતી ના રોકટોક ત્યાં કોઈની, સર્જવું હતું જેવું, એવું તેં સર્જ્ય઼ું
સમેટી લે છે ને પડે છે સમેટવું, બહારના જગતને તો અઘરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)