તારી વાતમાં ડોકું ધુણાવનારા, જીવનમાં તને તો મળી રહેશે
તારી સાચી કે ખોટી વાતોમાં, સૂર પુરાવનારા તને તો મળી રહેશે
થાતો ના રાજી એમાં તું તો, હરખાઈ ના જાતો એમાં રે તું તો
તને ક્યાંયનો ના એ રહેવા દેશે, તને ક્યાંયનો ના એ રહેવા દેશે
ખોટા અહં એ તો ઊભા કરશે, વાસ્તવિકતાથી તને એ દૂર રાખશે - તને ક્યાંયનો...
નવું ગ્રહણ તને ના કરવા દેશે, ખોટું તો ના છોડવા દેશે - તને ક્યાંયનો...
સાચની પરખ તારી ઘટતી જાશે, તારું જ કર્યું તને સાચું લાગશે - તને ક્યાંયનો...
જીવન તારું, એ આમ વીતતું જાશે, સાચા જીવનની સુવાસ ના મળશે - તને ક્યાંયનો...
ચેતી-ચેતી ચાલજે તું જીવનમાં, ચેતતો નર તો સદા સુખી થાશે - તને ક્યાંયનો...
કિંમત તારી તું ખોટી આંકતો જાશે, ઉપાધિ ઊભી એ કરતી જાશે - તને ક્યાંયનો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)