સ્વીકારી લેજે, તું સ્વીકારી લેજે, હકીકતોને જીવનમાં, તું સ્વીકારી લેજે
હકીકતો તો હકીકત રહેશે જીવનમાં, ના બદલી એમાં થઈ શકશે
ભાગી જીવનમાં એનાથી, કે આંખ મીંચી એમાં, ના કાંઈ એ બદલી શકાશે
બની ગઈ છે જે જીવનમાં, હકીકત એ તો હકીકત રહેશે
બની તારા જીવનમાં કે અન્યના જીવનમાં, ના બની, એવું ના બની શકશે
કરી ઇન્કાર હકીકતોનો જીવનમાં, જીવનમાં તારું શું વળશે
શીખી ના શકીશ જો તું હકીકતોમાંથી, જીવનમાં તારું શું વળશે
છુપાવી-છુપાવી રાખીશ ક્યાં સુધી, એક દિવસ એ તો બહાર આવશે
હકીકતો ને હકીકતો તો, જીવન તારું તો સદા ઘડતું રહેશે
નથી કાંઈ હવે હકીકત હાથમાં, સ્વીકાર્યા વિના તારું શું વળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)