કરવું હતું જીવનમાં જે પૂરું, રાખ્યું એને અધૂરું ને અધૂરું
જીવનનું એ અધૂરું, જોઈ રહી છે રાહ, થાયે ક્યારે એ તો પૂરું
કરતો રહ્યો શરૂ ને શરૂ, થાય એ પૂરું, કરું ત્યાં બીજું તો શરૂ
રાખતો રહ્યો અધૂરું ને અધૂરું, થાશે જીવનમાં ક્યાંથી એ તો પૂરું
કરવું છે શું, નક્કી ના એ તો કર્યું, થાશે જીવનમાં ક્યાંથી એ તો પૂરું
જીવનમાં પામવા તો એને, ભલે પડે, પડે ભલે છોડવું બીજું બધું
કરતા રહેવું શરૂ, કરવું ના પૂરું, રહેશે એ તો અધૂરું ને અધૂરું
કર્યું જે શરૂ, મોડું વહેલું કરવું પડે પૂરું, શા માટે રાખવું એને, અધૂરું ને અધૂરું
નથી કાંઈ આમાં નવું, પડશે આમ તો કરવું, રાખવું ના કાંઈ અધૂરું
થયું છે જીવનમાં જ્યાં આ તો શરૂ, જીવનમાં ને જીવનમાં પડે કરવું તો પૂરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)