છે જગમાં જ્યાં બધું તો પ્રભુને હાથ, મેળવજે જીવનમાં તું એનો તો સાથ
જીવનમાં સદા ધ્યાનમાં આ તો તું રાખ, ખાતો ના ડૂબીને માયામાં, જીવનમાં થાપ
નથી લખી જગમાં જુદી તેં કાંઈ તારી વાત, રહી છે તારી તો આ ને આ વાત
બદલાઈ ના જ્યાં તારી આ વાત, કરવી ને કરવી પડી તારે, નવા જીવનની શરૂઆત
કર્યા કર્મો જેવાં જીવનમાં, એ લખાય, ભાગ્ય તારું એના પરથી લખાય
દુઃખદર્દને નોતરાં દેતો જાય, જીવનમાં યોજવા પડે, સુખી થવાના ઉપાય
વારે ઘડીએ માયાની જાળમાં ફસાય, જીવનમાં મૂરખ એ તો ગણાય
સુખી થવાના ઉપાય તો છે તારે હાથ, કર બંધ દેવા, દુશ્મનોને સાથ
જીવનમાં લક્ષ્ય સદા તો રાખ, નજરમાંથી બીજું બધું કાઢી નાંખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)