Hymn No. 3671 | Date: 07-Feb-1992
|
|
Text Size |
 |
 |
ગુમાયું છે જીવનમાં જે જ્યાં, ગોતી એને બીજે, મળશે જીવનમાં એ તો ક્યાંથી ગુમાઈ છે શાંતિ જ્યાં હૈયે, ગોતી એને તો બહાર, મળશે તને એ તો ક્યાંથી ઊઠયાં છે વમળો જ્યાં મનમાં, શોધીશ બહાર, અટકશે એ તો ક્યાંથી જોવાં છે તોફાનો સમુદ્રના, પહોંચીશ સરોવર પાસે, મળશે જોવા તને એ ક્યાંથી લાગી છે આગ ભૂખની જ્યાં પેટમાં, ગોતીશ પકવાન પુસ્તકોમાં, બુઝાશે એ ક્યાંથી ગોતીશ વાક્યો જે પુસ્તકના, ગોતીશ એને તું બીજે, મળશે તને એ ક્યાંથી ગોતી ગોતી થાકીશ, મીઠું જળ તો સમુદ્રમાં, મળશે તને તો એ ક્યાંથી બેસીશ ગોતવા ઠંડક જીવનભર તું સૂર્યમાં, મળશે તને એ તો ક્યાંથી મળશે પશુતા તો પશુની, ગોતીશ માનવતા તું એમાં, મળશે તને એ તો ક્યાંથી ભૂલીને જોવું તું તુજમાં પ્રભુને, ગોતીશ બહાર તું એને, મળશે તને એ તો ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|