ખાતર ને પાણી વિના, હાલત બીજની તો જેવી હશે
સંસ્કાર વિનાના જીવનની હાલત તો એવી હશે
મીઠાં વિનાની રસોઈનો સ્વાદ તો જેવો લાગશે
પ્રેમ વિનાના જીવનનો સ્વાદ તો એવો હશે
વર્ષાના બિંદુ કાજે, ઝૂરતા ચાતકની હાલત જેવી હશે
પ્રભુ પ્રેમના બિંદુ ઝંખતા, ભક્તના હૈયાની હાલત એવી હશે
સાકરનો ગાંગડો, ઉપરથી, અંદરથી કે બહાર, મીઠો ને મીઠો લાગશે
ભરી દેજે મીઠાશ તારા હૈયામાં એવી, સમગ્ર જીવન મીઠું બનશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)