નામ અને આકાર, સરોવર ને નદીના, જુદા ને જુદા રહ્યા છે
જળ ભરેલાં એમાં તો, જળ ને જળ, જળ ને જળ તો રહ્યા છે
વસે ભલે જગને કોઈ ખૂણે તો માનવી, પ્રદર્શન વૃત્તિ ને સ્વભાવના એના એ રહ્યા છે
વહે છે રક્ત જગના સહુ માનવમાં, રંગ એના તો લાલ ને લાલ રહ્યા છે
ભાષા તો જગમાં, જુદી ને જુદી રહી છે, વ્યક્ત થાતા ભાવો એમાં, એના એ રહ્યા છે
કોઈ ભી માનવની આંખમાંથી વહ્યાં જે આંસુ, એ ખારા ને ખારા તો રહ્યા છે
આકાર ને નામે લાગે માટી જુદી, એમાં માટી તો એની એ તો રહી છે
ઘાટ ભલે લાગે એના તો જુદા, સોનું દાગીનામાં તો એનું એ રહ્યું છે
સમજ જરા માનવી, જગમાં ઘાટ ને આકાર રહ્યા ભલે જુદા, પ્રભુ સહુમાં એ તો એ રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)