Hymn No. 3706 | Date: 24-Feb-1992
|
|
Text Size |
 |
 |
વાતોમાંને વાતોમાં સમય ખોટો વિતાવી, સમયનું અપમાન ના કરો સમય વર્તે સાવધાન રહી, સદા સમયનું તો સન્માન કરો આવેલી તકો, જીવનમાં વેડફી, સમયનું તો અપમાન ના કરો તક સાધીને તો જીવનમાં, સાધી પ્રગતિ, સમયનું તો સન્માન કરો પ્રતિક્ષા કરી જેવી જીવનમા, સરકવા દઈ એને, સમયનું અપમાન ના કરો સમય તો રહેશે સરકતોને સરકતો, સમજી, સમયનું તો સન્માન કરો વિતાવી સમય, આળસમાં ને આળસમાં, સમયનું અપમાન ના કરો કરી લક્ષ્ય નક્કી, સાધી એને જીવનમાં, સમયનું તો સન્માન કરો રાખી અધૂરું ને અધૂરું બધું જીવનમાં, સમયનું અપમાન ના કરો પામી દર્શન પ્રભુના તો જીવનમાં, સમયનું તો પૂર્ણ સન્માન કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|