તારી પાસે પહોંચી, શું લૂંટી લેવાના છીએ અમે તને રે પ્રભુ
તારી પાસે અમને તો તું પહોંચવા દેતો નથી (2)
છોડવી છે માયા, જીવનમાં અમારે પ્રભુ
તારી માયામાં અમને ફસાવ્યા વિના તું રહેતો નથી
બુદ્ધિ નથી તારા જેવી અમારી પાસે
સંજોગોમાં અમને અટવાવ્યા વિના તું રહેતો નથી
થોડું સરળ જીવન ચાલે અમારું
સળીબાજી અમારી કર્યા વિના તું રહેતો નથી
થાકે ના પહોંચતા બધે રે પ્રભુ
જીવનમાં અમને થકવ્યા વિના તું રહેતો નથી
ચાહિયે શાંતિ અમે જીવનમાં
અમારા જીવનમાં અશાંતિ જગાવ્યા વિના રહેતો નથી
ખોટું સાચું, ભેળસેળ કરી ઊભું જીવનમાં
અશાંતિ લાવ્યા વિના તું રહેતો નથી
પૂછી-પૂછી, કહી-કહીને થાકીએ અમે
અમને જલદી કાંઈ તું તો કહેતો નથી
રમત રમી રહ્યો છે કેવી તું, બોલાવી પાસે
તારી પાસે અમને પહોંચવા દેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)