પહેરું, હું ચડ્ડી, પાટલુન કે ધોતી, રહેલો એમાં હું, ફરક એમાં ના પડે છે
બનું હું પક્ષી, માનવી કે પ્રાણી, રહેલ એમાં હું, ના ફરક એમાં પડવાનો છે
સરોવર હોય ચોરસ, ગોળ કે કોઈ આકાર બીજો, જળ એનું એજ રહેવાનું છે
સુવર્ણના આકાર હોય ભલે જુદા-જુદા, સુવર્ણ એમાં એનું એજ રહેવાનું છે
હોય આકાર કે ઘાટ માટીના જુદા-જુદા, એના ગુણધર્મમાં ફરક તો ના પડે છે
વહે રક્ત કાળા, ગોરા કે અન્ય માનવમાં, રંગ લાલ નથી એ બદલાતો
કોઈ ભી ધંધો કરી, કરી કમાણી, પૈસો નાનો કે મોટો નથી બની જાતો
બોળું હું સળી, દાંડી કે કાંડી, કાળી સાહીમાં, અક્ષરમાં ફરક એમાં શું પડવાનો છે
ઊંચકું હું બિંદુ સાગરમાંથી કે ક્યાંયથી, ખારાશમાં ફરક એમાં શું પડવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)