પ્રભુજી, મને દો એવું તો વરદાન, પ્રભુજી, મને દો એવું તો વરદાન
વિતાવીએ જીવન તો એવું, બનીએ જીવનમાં, અમે સાચા તો ગુણવાન
રાખીએ તો સાચી નિષ્ઠા સત્યમાં, બનીએ અમે સાચા સત્યવાન
કરીએ કદર અમે અન્યના સાચા ભાવની, બનીએ અમે સાચા કદરદાન
શક્તિ વિના તો છે જીવન નકામું, બનીએ અમે જીવનમાં સાચા શક્તિવાન
પ્રસંગે-પ્રસંગે જાગે દયા તો હૈયામાં, રહીએ જીવનમાં અમે સાચા દયાવાન
વારે ઘડીએ થાયે કસોટી જીવનમાં ધીરજની, બનીએ અમે સાચા ધૈર્યવાન
સંસ્કાર ને સંયમ છે ઊજળા અંગો જીવનના, બનીએ જીવનમાં અમે સાચા સંસ્કારવાન
સંપત્તિ કરીએ જીવનમાં એવી ભેગી, ખૂટે ના કદી, બનીએ અમે સાચા સંપત્તિવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)