કેમ થયું, કેમ બન્યું, જીવનમાં જલદી નહીં એ સમજાય, નહીં એ સમજાય
બનતું ને બનતું જાય જીવનમાં એવું, મેળવવા તાળાં એના, મુશ્કેલ બની જાય
બને જીવનમાં ક્યારેક એવું, ધાર્યું ધણીનું થાય, ઉદ્દગાર એવા નીકળી જાય
બને નજર સામે તો બધું, તોય નજર પર, જીવનમાં, શંકા જાગી જાય
ધાર્યું ને ધાર્યું થાય ના બધું જીવનમાં, અણધાર્યું ને અણધાર્યું થાતું જાય
લાગે સાચને આવશે નહીં આંચ જીવનમાં, સાચની ચીસો જીવનમાં તો સંભળાય
દુઃખદર્દ તો છે અંગ જીવનના, જીવનમાં જલદી નહીં એ આવકારાય
સત્યવાદી ભી જગમાંથી ચાલ્યા ગયા, પાપી ભી નહીં કાયમ જગમાં રહી જાય
ચાહે છે સહુ હસવું તો જીવનમાં, સંજોગો ને સંજોગો જીવનમાં રડાવતા જાય
કેમ આ બધું થાય છે, શા માટે આ થાય છે, જીવનમાં જલદી નહીં એ સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)