ભવના બંધન તોડ, પ્રભુ મારા, ભવના બંધન તોડ
ઊંડી છે તારી કર્મની નદીયું, અટવાય એમાં મારી જીવન નૈયા રે
સાગરસમ છે હૈયું તારું, છે હૈયું તારું તો અણમોલ
સમાવે સહુને હૈયે તું તારા, રાખે ના ભેદ એમાં તો કોઈ
પારસમણિ તો બનાવે કથીરને તો સોનું (2)
તુજ સમ બનાવે તું તો, તું તો મણી એવો અણમોલ
છે તું તો સહુનો, છે સહુ તો તારા, છે જગમાં તારો જુદાઈનો ખેલ
સમજી, કરી શક્યા પાર, ખેલ તો તારા, થયા જીવનમાં એને તારા મેળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)